ગાંધીનગર-

ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જેના કારણે આખું ગુજરાત પાણી પાણી થયું છે. ખાસ કરીને કચ્છમાં તો વરસાદે ડબલ સેન્ચૂરી ફટકારી છે કેમ કે નહીં તો ૨૦૦ ટકા જેટલો વરસાદ પડયો છે. રાજ્યમાં અત્યારે અતિવૃષ્ટિ જોવા માહોલ સર્જાય છે ત્યારે રાહતના સમાચાર આવ્યા છે.

વિતેલા ૨૪ કલાકમાં વરસાદે ધૂંઆધાર બેટિંગ કરી હતી. જેમાં ઉમરપાડામાં સર્વાધિક પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે માંડવી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન રાજસ્થાન તરફ મુવ થઈ છે. જેને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટતું જશે. વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટાછવાયા વરસાદ નોંધાશે. આ સિવાય આગામી 26 તારીખે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જવાની સંભાવના છે. આ સિવાય હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં અન્ય કોઈપણ સિસ્ટમ સક્રિય થવા માટેની આબોહવાકીય હલનચલન જોવા મળી નથી. એટલે કે ઓગસ્ટ મહિનાના અંત બાદ ધીમે ધીમે ચોમાસું નબળું પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.