ઝાલોદ, ગુજરાતમાં કોરોના સંક્રમણ પુનઃ વધતા પડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરથી રાજસ્થાન તરફ જતા માર્ગે રાજસ્થાન સરહદ ના મોના ડુંગર ગામે પોલીસ ગોઠવી કોરોના નું નેગેટિવ રિપોર્ટ બતાવ્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનની બોર્ડર પર આરોગ્ય વિભાગની ટીમો પણ ચાઇના કરવામાં આવી છે ગુજરાતમાં મહાનગરપાલિકા નગરપાલિકા તથા જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માં કોરોના અંગેની સરકારની ગાઇડ લાઇન તથા એસએમએસના નિયમના રાજકીય પાર્ટીઓના નેતાઓને દ્વારા જ તારે આમ ધજાગરા ઉડાડવામાં આવતા ચૂંટણીઓ પૂરી થતાં જ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં પૂ વધારો થતો જાેવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છેે. તેવા સમયે પોતાના રાજ્યની કોરોના થી સુરક્ષિત રાખવા માટે રાજસ્થાન સરકારે દાહોદ જિલ્લા અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ રાજસ્થાનનું મોનાડુંગર નાકુ સીલ કરી દીધું છે નેગેટિવ રિપોર્ટ બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ માટેની છૂટ અપાશે.