રાજકોટ, સૌરાષ્ટ્રમાં વરસાદનું જાેર ઘટતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચા અને મગફળી સહિતની જણસની આવક મોટાપાયે શરૂ થઈ ગઇ છે માર્કેટ.યાર્ડની બહાર મરચાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી અને મરચાના ટ્રકોને લાઇનો લાગી હતી. જેમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થઇ છે. આ ઉપરાંત આજે કપાસ સહિતની જણસની મોટા પ્રમાણમાં આવક થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરમાંથી મરચાં વેચવા માટે ખેડૂતો બેડી યાર્ડમાં આવે છે.જણસીની આવક અલગ અલગ રાખવામાં આવી..વાતાવરણમાં બદલાવ આવતા યાર્ડમાં જણસીની આવક વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. આજે મગફળીની આવક સવારથી સાંજ સુધી સ્વીકારવામાં આવશે જ્યારે સૂકા મરચાંની આવક માત્ર ૩ કલાક જ ચાલુ રાખવામાં આવશે. વાતાવરણ બદલાતા જણસીની આવક અલગ અલગ રાખવામાં આવી છે.સૂકા મરચાંને ઢાંકીને સલામત રીતે ઉતારવાના રહેશે..શનિવારે યાર્ડના સત્તાધીશોએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સૂકા મરચાંની આવક આજે બપોરે ૨ વાગ્યા થી ૫ વાગ્યા સુધી જ તેમજ મગફળીની આવક સાંજે ૮ થી સવારના ૮ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.વરસાદી વાતાવરણની આગાહીને ધ્યાને લઈ મગફળી તથા સૂકા મરચાંને ઢાંકીને સલામત રીતે ઉતારવાના રહેશે.