અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અને ઝોનમાં બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી વગરની અનેક પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે થયેલી સુનવણીમાં હાઈકોર્ટએ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. તે બાદ કોર્પોરેશન હરકતમાં આવીને બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી વગરની પ્રોપર્ટી સીલ કરવાની શરૂઆત કરી હતી અનેક વખત નોટીસો આપવા છતાં બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી નહી લેતા આખરે કોર્પોરેશનએ તબક્કાવાર બાંધકામો, સ્કૂલો, હોટલો અને કોમર્શિયલ બિલ્ડીંગોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.31 મેં થી 3 જૂન સુધી કોર્પોરેશનએ અલગ અલગ ઝોનમાં કુલ 1952 યુનિટ સીલ કરી અને તેમના વપરાશ બંધ કરી દીધા છે.

કોર્પોરેશનની આજની કામગીરીની વાત કરીએ તો આજના દિવસે કોર્પોરેશનએ પશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20 યુનિટ, મધ્યઝોનમાં 2, પૂર્વઝોનમાં 20 યુનિટ, દિણ ઝોનમાં 28 યુનિટ થઈ 124 યુનિટ સીલ કર્યા છે જેમાં 12 મકાનો પણ સામેલ છે. 31 મે થી 4 જૂન સુધી કોમર્શિયલ વપરાશ કરતામાં 1052 દુકાનો ઓફિસો, કલાસીસ, હોટલના 507 રૂમ રેસ્ટોરન્ટના 66 યુનિટ, 30 સ્કુલ ના 447 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈને 2076 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ઘ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે 44 જેટલી હોસ્પિટલોને બી યુ પરમિશસન માટે રાહત આપવામાં આવે જેમાં હાઇકોર્ટએ આ અરજી ફગાવી હતી ત્યારે ફાયરસેંફટી મુદ્દે થયેલી સુનાવણીમાં હાઇકોર્ટએ કહ્યું હતું કે બી યુ પરમિશન વગરના એકમો પાસે થી યુનિટો પાસે થી ટેક્સ અને દંડ વસુલો છો તો કેમ તેમના વિરુદ્ધમા કાર્યવાહી કરતા નથી જેથી કોર્પોરેશન સફાળી જાગી અને એકમો સીલ કારવાનો કાર્યવાહી કરી હતી જેમાં હોસ્પિટલ અને સ્કૂલોને પણ આવરી લેવામાં આવી છે હાઇકોર્ટએ સ્કૂલ અને હોસ્પિટલમા ફાયર એન. ઓ સી ના હોય તેવા એકમો વિરુદ્ધમા તાકીદે કાર્યવાહી કરવાની આદેશ કરી છે