મુબંઇ-

Redmi 9i ભારતમાં 15 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. તે Redmi 9, Redmi 9A અને Redmi 9 prime હેન્ડસેટ્સ સાથે આગામી ફોન સિરીઝમાં હાજર રહેશે. શાઓમીએ પુષ્ટિ આપી છે કે Redmi 9i શિઓમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ સાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

રિલીઝ કરેલા ટીઝર મુજબ, આ ફોનમાં 4 જીબી રેમ અને વોટરડ્રોપ સ્ટાઇલ નોચ રેડ્મી 9 સિરીઝના બાકીના સ્માર્ટફોનની જેમ મળશે. ઉપરાંત, તે પણ પુષ્ટિ મળી છે કે તે MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. રેડ્મી ઇન્ડિયાએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે રેડમી 9 આઇ ભારતમાં 15 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોન્ચ થયા બાદ તેને ફ્લિપકાર્ટ અને શાઓમીની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે, એક ડેડીકેટેડ માઇક્રોસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં કેટલીક વિશેષ સુવિધાઓ જણાવવામાં આવી છે.

રિલીઝ કરેલા ટીઝરમાં ખુલાસો થયો છે કે આ ડિવાઇસમાં 4 જીબી રેમ, વોટરડ્રોપ નોચ અને 3.5 મીમી ઓડિયો જેક સપોર્ટ મળશે. બધા ભૌતિક બટનો પણ જમણી બાજુએ હાજર હશે. પેજ પરથી એ પણ જાણવા મળ્યું છે કે રેડમી 9 આઇનો બ્લુ કલર વેરિઅન્ટ પણ આવશે. લોન્ચ સમયે તમને બાકીની માહિતી મળશે.

ટીઝર મુજબ Redmi 9iમાં મોટું ડિસ્પ્લે હશે અને તેમાં મેમરી કાર્ડ પણ સપોર્ટેડ હશે. કંપનીના જણાવ્યા મુજબ આ આગામી ડિવાઇસમાં મોટી બેટરી, વધુ સારી કેમેરા અને ગેમિંગ સેન્ટ્રિક સુવિધાઓ હશે. આ સાથે સ્માર્ટફોન MIUI 12 પર ચાલશે. આ રેડમી 9 શ્રેણીનો ભાગ બનશે, તેવી સંભાવના છે કે તેની કિંમત 10 હજાર રૂપિયાની અંદર રાખવી જોઈએ. હમણાં સુધી, તેના વિશેની બાકી માહિતી જાણી શકાઈ નથી.