વડોદરા : લોકસત્તા-જનસત્તા દ્વારા બે માસ અ ગાઉ રાજ્યમાં આતંકવાદી હુમલા અને રાજકિય અગ્રણીઓની હત્યાની વ્યક્ત કરેલી દહેશતના અહેવાલનો ગત રાત્રે પડઘો પડ્યો હતો. અમદાવાદમાં મોડી રાત્રે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે હોટલમાં દરોડો પાડીને પુર્વગૃહ મંત્રી ગોરધન ઝડપીયાની હત્યા કરવા માટે આવેલા શાર્પશુટર સહિત બે આતંકવાદીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડતા લોકસત્તા-જનસત્તા સ્ફોટક અહેવાલો પ્રસિધ્ધ કરવામાં વધુ એક વાર અગ્રેસર રહ્યું છે. એકમાત્ર લોકસત્તા-જનસત્તાએ ગત ૩જી જુનના રોજ એક અહેવાલમાં ઘટસ્ફોટ કર્યો હતો કે ખુંખાર આતંકવાદી દાઉદના ઈશારે ગુજરાતમાં પાંચ આતંકવાદીઓ વિસ્ફોટકોના જંગી જથ્થા સાથે પ્રવેશ્યા છે. આ ઉપરાંત આ જ અહેવાલમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીના હોમસ્ટેટ ગુજરાત પણ આતંકવાદી હુમલાથી સુરક્ષિત નથી તેવી વિશ્વભરમાં છબી ઉભી કરી બંને નેતાઓની છબી ખરડવાનો પણ પ્રયાસ કરવાનો નાપાકા ઈરાદા સાથે આતંકવાદીઓ વિશ્ચ હચમચી જાય તેવી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના સાથે આવ્યા હોવાની પણ દહેશત વ્યક્ત કરી હતી. ઈન્ટેલીજન્સ બ્યુરોને મળેલા આવા ગંભીર ઈનપુટને અનુલક્ષીને પ્રસિધ્ધ કરાયેલા અહેવાલ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસતંત્ર અને ગુપ્તચર ખાતામાં દોડધામ મચી હતી. 

ગોધરા હત્યાકાંડના પ્રત્યાઘાતમાં થયેલા કોમીતોફાનના બદલાની આગમાં ઝઝુમતા મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ તેમજ છોટા શકીલ સહિતના સાગરીતો ગત ૨૦૧૯ની ૫મી ઓગસ્ટે કાશ્મીરમાંથી વિવાદાસ્પદ ૩૭૦-એ ની કલમ નાબુદ થયા બાદ બીજા વર્ષે ૫મી ઓગસ્ટ-૨૦૨૦માં રામમંદિરનો પ્રધાનમંત્રીના હસ્તે મંદિરનું ભુમિપુજન થતાં ધુંવાપુવા થયા છે. પાકિસ્તાનથી આંતકી હુમલાનો પ્લાન ઘડતા દાઉદ અને શકીલે આંતકી હુમલા અને ગોધરાકાંડ વખતના ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે સોપારી આપીને શાર્પશુટર અમદાવાદમાં મોકલ્યા હતા જેઓને મધરાત્રે છોટા શકીલનો સાગરીત ૨૩ વર્ષીય ઈરફાન ઈલિયાસ શેખ પિસ્તોલ સાથે ઝડપાયો હતો જયારે તેનો એક સાગરીત ફરાર થયો છે.