અમદાવાદ-

આવતીકાલે ગુજરાતની વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આવતી કાલે હાથ ધરાશે. કાલે રાજ્યની 8 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ આવશે. જો કે સટ્ટા બજારનું માનીએ તો 8 પેટાચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 2 બેઠક મળે તેવો અંદાજ છે.

આ સાથે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 5 પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. પેટાચૂંટણીના મતદાન પહેલા યોજાયેલ સભાઓમાં કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષપલટાનો મુદ્દો ચગાવ્યો હતો. રાજ્યમાં જે 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી તેમાં ધારી, લીંબડી, મોરબી, અબડાસા, ગઢડા, કરજણ, ડાંગ, કપરડાનું પરિણામ આવતી કાલે જાહેર થશે. રાજ્યમાં આવતી કાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આવતી કાલની મતગણતરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટ્રોંગ રુમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.