વાઘોડિયા

ડુંડેલા અને દૌલાપુરા વચ્ચેનો આરસીસી રોડમા ભ્રષ્ટાચાર આચરાતા વરસાદમા ઘોવાઈ જતા રહીશો અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગોરજ ગ્રામ પંચાયતના દ્વારા આરસીસી રોડમા હલકી ગુણવત્તાનુ મટેરીયલ્સ અને નબળી કક્ષાની કામગીરીથી રોડ ધોવાતા ગ્રામ પંચાયતની પોલ ઊઘાડિ પડી છે. આ અંગે તલાટી સુનીલ પટેલે યોગ્ય જવાબ નહીં આપીને વાટ પકડી હતી.

વાઘોડિયા તાલુકા પંચાયતના કેટલાક અધિકારીઓ અને નિરીક્ષકો મસમોટા હપ્તા લઈ ગમે તેવી હલકી કક્ષાની કામગીરીને કટકી ના જોરે પાસ કરાવી દેતા હોવાનું કહેવાવી રહ્યું છે. ગોરજ ગ્રામ પંચાયતના ડુંડેલા અને દૌલાપુરા ને જોડતો આર.સી.સી રોડ હજુ થોડા જ મહિના પહેલા ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ અમરીશભાઈ સનાભાઇ પરમારે જાતે કોન્ટ્રાક્ટર બની બનાવ્યો હોવાનુ કહેવાય છેે. લાખોના ખર્ચે તૈયાર કરેલેા આર.સી.સી રોડ છેલ્લા પંદર દિવસથી ધોવાઇ ગયો છે. જેના કારણે ગામના લોકોને અવર જવર તેમજ પોતાના ખેતીનાસાધનો લઈ આવવા - જવામાં તકલીફ વેઠવી પડે છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે થોડા મહિના પહેલાં બનેલા રોડમાં હલકી ગુણવત્તાવાળું મટિરીયલ વાપરતા આ રોડ તૂટીને ધોવાઇ ગયો છે અમારે ખેતી માટે સાધનો લઈને અવરજવર કરવાની તકલીફ પડે છે. ચોમાસાની સીજનમા સાતથી આઠ કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડે છે. આ રોડ અમારા પંચાયતના સરપંચે જાતે બનાવ્યો છે. હલકી ગુણવત્તાવાળું મટિરીયલ આરસીસી રોડ માં વાપરતા નબળી કક્ષાનો રોડ બનાવી ગોરજ ગ્રામ પંચાયતે સરકારી નાના ઉપાડી લીધા છે ત્યારે પ્રજાના સુવિધા માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાડવતી હોય ત્યારે તેમાં ભ્રષ્ટાચાર આચરી લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી કરવાનું કામ ગોરજ ગ્રામ પંચાયત કરી રહી છે . નાળા ને જોડતો આર. સી. સી રોડમા યોગ્ય માત્રામાં સળિયા વાપર્યા નહી હોવાથી આખો ને આખો રોડ ધોવાઇ ગયો છે.વડી નાળાની આસપાસ બરાબર માટીપુરાણ ના કરતા તેમાં પણ ગાબડા દેખાઈ આવે છે.આ અંગે ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ને વાઘોડિયા તાલુકા પંચાયતમાં પૂછતા ઉડાવ જવાબ પત્રકારોને આપ્યો હતો. તંત્ર ઘ્વારા આવા ભ્રષ્ટાચારીઓ પર રહેમ નજર હોવાથી કંઈ તપાસ થતી નથી. અને તેના કારણે તેવોને ખુલ્લો દૌર મડી ગયો છે. અધિકારીઓને પણ કટકી મળી જતા આવા ભ્રષ્ટાચાર આચરતા સરપંચ તલાટી વિરુદ્ધ તપાસના માત્ર નાટકો થાય છે.આ કામગીરીમા આચરેલ ભ્રષ્ટાચાર અંગે કેવા પ્રકારની કામગીરી તંત્ર ઘ્વારા કરવામાં આવે છે તે બાબતનો ખુલાસો લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને પત્રકારોએ આપી લેખીતમા જવાબ અંગે રજુઆત કરી હતી.

ત્યારે હજુપણ ગોરજ ગ્રામ પંચાયતના અનેક ભ્રષ્ટાચારના ભોપાળા બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારી લાખો રૂપિયાની ગ્રાન્ટ નો ગમેતેમ ગુણવત્તા વિનાનું કામ કરી હડપ કરતા આવા તત્વો વિરુઘ્ઘ નક્કર ન્યાયિક તપાસ થવી જોઇએ. લાખો ની વિકાસની ગ્રાન્ટો સરકાર ફાળવતી હોવા છતાં ભ્રષ્ટાચારના પાપે આખરે સુવિઘા વિના પ્રજાને હાલાકી વેઠવી

પડે નહીં.