છોટાઉદેપુર

છોટાઉદેપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ માર્ગો પર મસમોટા ખાડા પડી જવાના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય રસ્તાઓ મા ઠેરઠેર ગાબડું પડી જવા પામ્યા છે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ગામ હોય જિલ્લાવાસીઓ રોજ બરોજ સરકારી કામો તેમજ બજારમાં નાની-મોટી ખરીદી કરવા માટે આવતા હોય છે તેમજ છોટાઉદેપુર ને અડીને આવેલું આંતરરાજ્ય એટલે કે મધ્યપ્રદેશ ની સરહદ આવેલી હોય ત્યાંથી માલવાહક ભારે વાહનો અહીં અવર જવરના કારણે ટ્રાફિકનું ભારણ વધુ હોય ત્યારે આવા બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવું ખૂબ મુશ્કેલી બન્યું છે અને તેના લીધે વાહનચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે તેમજ રોજના દ્વિચક્રી વાહન ચાલકો ના ખાડાઓના કારણે પડી જવાના નાના મોટા બનાવો રોજ ના રોજ અવાર-નવાર બનતા હોય છે કેટલીકવાર તો દ્વિચક્રી વાહનો વાહનચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે હાલ આજ વાર ભારતની અંદર જે રોડ છે એ રોડ ઉપર જિલ્લાના અધિકારીઓ પણ અવરજવર કરે છે જેઓની લક્ઝરિયસ ગાડીઓમાં માર્ગ પરના ખાડા ઓની અસર થતી નથી પરંતુ માર્ગ જાેઈ ગ્રામ્ય પ્રજાની મુશ્કેલીના નિરાકરણ માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે