વલસાડ, વલસાડ ડીએસપી ડો.રાજદીપ સિંહ ઝાલા ના આવ્યા બાદ જિલ્લા માં ગુનાખોરી અંકુશ માં આવી છે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ નૈતિક રીતે ફરજ બજાવતા થયા છે પરંતુ હજી પણ કેટલાક પોલીસ મથકો માં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ બુટલેગરો સાથે ભાઈચારા નો સંબંધ જાળવી વિસ્તાર માં ગુનાખોરી ને મોકળો મેદાન આપી ડીએસપી સાહેબ ની સાત્વિક કામગીરી પર કલંક લગાડી રહ્યા છે . ૨૯ નવેમ્બરે પોતા ના કાકા ના દીકરા સાથે પારડી થી નોકરી કરી ઘરે આવતા અટગામ ના ચેતન નટુ પટેલ ને બે ઈસમો એ હાઇવે ના ચંદ્રપુર બ્રિજ નીચે ફટકો મારી ચેતન ના કાકા ના દીકરા ને ઉતારી દઈ ચેતન ને ક્યાંક લઈ જઈ ઢોર માર મારી ચેતન નો પગ ભાંગી નાખ્યો હતો માથા અને હાથ માં પણ ઇજા થઇ હતી. ચેતન ને વલસાડ સિવિલ હોસ્પિટલ માં ૧૦૮ મારફતે સારવાર હેઠળ રાખવા માં આવ્યું હતું ચેતન સિવિલ માં કેવી રીતે પહોચ્યો તેની તેને યાદ ન હોવાનું તે જણાવી રહ્યો છે.ચેતન ની પત્ની રામિલાબેને પારડી પોલીસ મથકે ચેતન ને મારવાવાળા અંજલાવ ના ભાવેશ રમેશ અને તેનો મિત્ર હોવાનું લેખિત રજુવાત આપી છે.જેના સંદર્ભ માં પોલીસે ચેતન ના કાકા ના દીકરા કિરણ અને ચેતન ની બેન ને નિવેદન લેવા માટે બોલાવી કિરણ ને જ તમાચો માર્યો હોવાનું તેની બેન જણાવી રહી છે. કિરણ ઝુઠું બોલી આરોપી ને ખોટી રીતે ફસાવવાનો પ્લાન કર્યા ના આક્ષેપ લગાડી કિરણ પર દબાણ કરતા હોવાની બાબત સામે આવી છે . જે બાબતે લોકસત્તા જનસત્તા ના પ્રતિનિધીએ પોલીસ મથકે નિવેદન આપવા ગયેલ ચેતન ની બેન ટીના ના મોબાઇલ પર ફોન કરી તપાસ કરતા પોલીસ કર્મી એ ટીના નો ફોન રીસીવ કર્યો હતો પોલીસ ને માર મારવા બાબતે પૂંછતા તેવો કોઈ ને માર માર્યો ન હોવાનું જણાવ્યું હતું. માર નો ભોગ બનેલ ચેતન નો એક પગ ભાંગી ગયો છે પગ માં સળિયા નાંખવા પડ્યા છે વલસાડ સિવિલ માં સારવાર લઈ રહ્યો છે આ તમામ સત્ય બાબત ને નકારી પારડી પોલીસ ફરિયાદી પર જ આરોપી ને ફસાવવાનો પ્લાન કર્યા નો આક્ષેપ લગાડી રહી છે.