મુંબઇ 

બોલિવૂડ એક્ટર વરૂણ ધવન તેની બાળપણની મિત્ર અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બંનેએ કડક સુરક્ષા હેઠળ લગ્ન કર્યાં હતાં. જે બાદ વરૂણ ધવને લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જોકે લગ્નમાં બંને મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ તેમના લગ્નનું રિસેપ્શન ભવ્ય બનશે. વરૂણ અને નતાશાના લગ્ન અલીબાગમાં થયા છે, પરંતુ રિસેપ્શન મુંબઈમાં હશે.

ફેબ્રુઆરીમાં રોયલ રિસેપ્શન યોજાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરુણ અને નતાશાના લગ્ન રિસેપ્શન 2 ફેબ્રુઆરીએ થશે. હા, એવા સમાચાર પણ સામે આવ્યા છે કે આ બંનેનું મુંબઈમાં શાહી રિસેપ્શન થવાનું છે. જેમાં બી-ટાઉનની તમામ પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેશે.


અગાઉ અહેવાલ છે કે અભિનેતાના લગ્નનું રિસેપ્શન 26 જાન્યુઆરીએ યોજાશે. જો કે, પ્રજાસત્તાક દિવસ હોવાને કારણે પરિવારે રિસેપ્શનની તારીખ વધારી દીધી હતી.

વરુણના લગ્નની સાથે સાથે તેના હળદર સમારોહની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.