અમદાવાદ-

ગુજરાતમાં શાળો ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવા મામલે હાલમાં જ સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ પરિપત્રને મામલે ભારે હોબાળો જાેવામાં આવી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે રાજકોટની તો, રાજકોટનાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા એચસીમાં આ મામલે પિટીશન દાખલ કરવામાં આવી છે અને સરકારના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોરોના કાળમાં શાળ અને બાળકોનાં શિક્ષણ અને ખાસ કરીને ઓનલાઇન શિક્ષણનાં કારણે દેશભરમાં દેશભરની શાળાઓ ખાસી ચર્ચાનો વિષય રહ્યો છે.

૧૨ રાજ્યો ની હાઇકોર્ટ દ્વારા આ મામલે અલગ અલગ ચૂકાદા પણ આપવામાં આવ્યા છે, ત્યારે રાજકોટ નાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આ તમામ હાઇકોર્ટનાં ચૂકાદાને આધારે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ અને તમામ સ્વનિર્ભર શાળાનાં શિક્ષકો દ્વારા ઓફ ધ રેકોર્ડ એવી પણ દલિલ રજૂ કરવામાં આવી રહી છે કે, શાળાઓ સાથે હજારો શિક્ષકો અને અનેક બીજા કર્મચારીઓ પણ જાેડાયેલા હોય છે અને તમામ પર પણ કોરોનાએ સમાન ખરાબ આર્થિક અસરો પાડી જ છે.

જાે શાળા દ્વારા ફી ન લેવામાં આવે તો આ તમામ સ્ટાફનો નિભાવ કેમ કરવો? સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, શાળા કે ટ્રસ્ટનો ઉદ્દેશ ભણતર થકી નફાખોરીનો ન જ હોવો જાેઇએ, જે નથી જ હોતો પણ અહીં પ્રશ્ન નફાખોરીનો નહીં શાળાઓ પર નભતા કર્મચારીઓ અને તેના પરિવારનાં જીવન નિર્વાહનો છે? સરકાર દ્વારા આવા એકતરફી નિર્ણયની સામે અને સરકારના પરિપત્ર સામે ખાનગી શાળા સંચાલકોની કાનૂની લડત લડી લેવાનાં મૂડમાં જાેવામાં આવી રહ્યા છે.