ભરૂચ : ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર નર્મદા ડેમ ગેટ મુકાયા પેહલા છલકાઈ તેની દરેક ગુજરાતી આતુરતાપૂર્વક રાહ જોતો હોય છે પણ ૧૦ લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડે વહેલા નર્મદા ડેમમાંથી નિરના પગલે ૨૪ કલાકમાં ૬.૨૫ કરોડ ગુજ્જુઓને ૧૭૮ દિવસ એટલે કે ૬ મહિના ચાલે તેટલું પાણી દરિયામાં નિરર્થક વહી ગયું છે.સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર કરી ૩૦ ગેટ લગાવ્યા બાદ પ્રશાસન અને નિગમ ડેમ હવે વધુ પાણી સંચય સાથે વીજ ઉત્પાદન પૂર્ણ ક્ષમતાની આશ લગાવી બેઠું હતું. ડેમ સત્તાધીશો કે સરકાર ક્યારે પણ દરવાજા પેહલા ડેમ ઓવરફ્લો થાય કે દરવાજા પછી ગેટ ખોલી પાણી છોડવાની નોબત આવે તેવું ઇચ્છતા નથી. તે પાછળનું કારણ છે પ્રતિ સેકન્ડે દરિયામાં નિરર્થક વહી જતા આરબો-ખરબો લીટર મહામુલા જળ છે. સાથે જ વીજ ઉત્પાદન પણ ગુમાવવાનો માર રહેલો છે. ઉપરવાસમાંથી આ વખતે પણ પુરના કારણે ૧૦ લાખ ક્યુસેક પાણી છોડાયું. જેના કારણે ડેમના ૩૦ પેકી ૨૩ દરવાજા ખોલવાની ફરજ પડી. વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠાના ગામોમાં પુરના પાણી ફરી વળ્યાં. હજારો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. ગોલ્ડન બ્રિજે ૩૪ ફૂટની સપાટી ૫૦ વર્ષમાં ૭મી વખત વટાવી જતા જિલ્લામાં જ ૬૫૯૫ લોકોનું સ્થળાંતર કરાયું છે. સાથે જ ખેતી અને વેપાર ધંધાને પણ ફટકો પડયો છે.ડેમમાંથી પ્રતિ સેકન્ડે ૧૦ લાખ કયસેક અને સતત ૨૪ કલાક ડેમથી ભાડભૂત ૧૬૧ કિમી માં વહેલા જલના કારણે ગુજરાતની પ્રજાને ૧૭૮ દિવસ ચાલે તેટલું પાણીનો વેડફાટ થયો છે. પ્રતિ સેકન્ડે ડેમમાંથી ૨.૮૩ કરોડ લીટર પાણી વહી ગયું છે. 

કઈ રીતે ગણતરી કરાઈ

• ક્યુસેક (ક્યુબીક ફૂટ પર સેકન્ડ)

• ૧ ક્યુસેક એટલે ૨૮.૩૧૭ લીટર

• ૧ સ્ન્ડ્ઢ = ૧૦ લાખ લિટર્સ પર ડે

• ૦ લાખ ક્યુસેક પાણી છોડાતા

• ૨૮.૩૧૭ સ્ન્ડ્ઢ સેકન્ડે

• ૧૬૯૯ સ્ન્ડ્ઢ દર મિનિટે

• ૧૦૧૯૪૦ પ્રતિ કલાકે

• ૨૪૪૬૫૮૮ સ્ન્ડ્ઢ ૨૪ કલાકમાં ડેમમાંથી નદી અને દરિયામાં પાણી ઠલવાયુ

ડેમમાં ૭૬૯૧૦ અબજ લિટર પાણીનો સંગ્રહ કરી શકાય

વરસાદ થયા બાદ તેના જથ્થાને માપવા માટે તેમજ જે તે ડેમના જથ્થા ને માપવા સ્ઝ્રસ્

( મિલિયન ક્યુબીક મીટર ) નો ઉપયોગ થાય છે. એક સ્ઝ્રસ્ એટલે ૧૦ લાખ ઘનમીટર પાણી. સરળ રીતે સમજીએ તો એક ઘનમીટર બરાબર ૧૦૦૦ લીટર પાણી તેથી મિલિયન ક્યુબીક મીટર એટલે ૧૦૦ કરોડ લીટર. નર્મદા ડેમની ક્ષમતા ૭૬૯૧ સ્ઝ્રસ્  છે. જે ૭૬૯,૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ થાય. જે પ્રમાણે ડેમમાં ૭૬૯૧૦ અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.