રાજકોટ, રાજકોટ સહિત રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન આજે વિધિવત રીતે પૂર્ણ થતા આગામી આવતીકાલે તારીખ ૨૨ નવેમ્બરને સોમવારથી શાળા, કોલેજાે અને યુનિ. ભવનોમાં બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થનાર છે. સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અલગ અલગ ૩૫ જેટલી પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જયારે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવાની જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. જ્યાં તેમણે દરેક શાળાઓને જૂના ર્જીંઁનું ચુસ્તપણે પાલન કરવાની જાહેરાત કરી છે. રાજય સરકાર દ્વારા હવે ધો.૧થી ૫ ના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવા માટે તત્કાલ મંજૂરી આપવામાં આવે તેવો વાલીઓ અને શાળા સંચાલકોમાંથી સૂર ઉઠ્‌યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આવતીકાલે ૨૨ નવેમ્બરથી અલગ અલગ ૩૫ પરીક્ષા શરુ થશે. જેમાં ૧૩૦ એક્ઝામ સેન્ટર પરથી ૫૩૯૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર ૩,૫ અને ૭ ની પરીક્ષા યોજાશે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯ ના ૧૮૪૦૧ જયારે બી.એ.માં ૧૫૦૫૬ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ સિવાય સેમ.૫ ના બી.એસસી.ના ૪૨૭૯, બી.સી.એ.ના ૨૫૨૨, બી.બી.એ.ના ૨૪૫૨, એલ.એલ.બી.ના ૧૮૨૨ છાત્રોની પરીક્ષા યોજાશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.૩ના વર્ષ ૨૦૨૧ ના ૧, સેમ.૪ અને ૭ ના ૨૦૧૫ ના વર્ષના ૧-૧ જયારે સેમ.૯ ના ૧ છાત્ર પરિક્ષા આપશે.૧૩૦ કેન્દ્ર પરથી લેવાનારી પરીક્ષા માટે ૬૦થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી લેવાનાર પરીક્ષા ગત તારીખ ૧૮ ઓક્ટોબરથી શરૂ થવાની હતી જાે કે વિદ્યાર્થીઓના વિરોધને લીધે મૌકૂફ રહી હતી અને હવે આવતીકાલથી આ તમામ પરીક્ષા શરૂ થશે.