નવી દિલ્હી

ભારતમાં એક જ દિવસમાં કોરોનાવાયરસ સંક્રમણના 50,000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. SBIના એક રિપોર્ટ મુજબ, દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની બીજી તરંગ 100 દિવસ સુધી રહેશે. આ 100 દિવસના સમયગાળાની શરૂઆત 15 ફેબ્રુઆરીથી માનવામાં આવે છે.બેન્કના મુખ્ય ઇકોનૉમિસ્ટ સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે લખેલી આ રિપોર્ટ મુજબ, વેક્સિનેશનને કારણે ભારત સંક્રમણ રોકવાની સારી સ્થિતિમાં છે.રિપોર્ટ મુજબ, કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે સૌથી અસરકારક માર્ગ ઝડપી વેક્સીનેશન કરાવું છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાવાયરસ સંક્રમણના 53,476 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,17,87,534 પહોંચી ગઈ છે. તેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 3,95,192 છે. છેલ્લા 15 દિવસથી સતત એક્ટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે.અત્યાર સુધી દેશમાં 53 કરોડ લોકોને કોરોનાવાયરસ સામે રસી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણની બીજી તરંગ ફેબ્રુઆરી 2021 થી શરૂ થઈ છે. હાલના ડેટાને જોતા એવો અનુમન લગાવવામાં આવે છે કે એપ્રિલના મધ્ય સુધી બીજી તરંગ ટોચ પર પહોંચી શકે છે. દરરોજ આવનારા કેસમાં સૌથી વધારે આવતા કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, દુનિયાભરના દેશોમાં કોરોનાવાયરસ સંક્રમણની બીજી તરંગ પહેલા કરતા વધારે ઝડપી થઇ રહી છે. જોકે હવે વેક્સીન હોવાથી હાલાત જુદા રહેશે. એવામાં ભારત પરિસ્થિતિ સાથે પહેલા કરતાં વધુ સારી રીતે સામનો કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક લોકડાઉન અથવા પાબંદિયોથી કોરોનાવાયરસ સંક્રમણ રોકવામાં વધુ સફળ નથી મળી. રિપોર્ટ મુજબ, લોકડાઉન ખૂબ અસરકારક નથી. માત્ર વેક્સીનેશનની અપેક્ષા છે. મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.