અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે પારસી સમુદાયે કરેલી એક અરજીને નકારી કાઢી છે. જેમાં સમુદાયે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જે પણ વ્યક્તિ અમારા સમુદાયના મૃત્યુ પામે છે તેમણે પારસી રીત અને રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા દેવાંમાં આવે જે અરજી પર જસ્ટિસ બેલા ત્રિવેદીએ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે રાજ્યની સુરક્ષા અને કલ્યાણએ સર્વોચ્ય કાનૂન છે. સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રાનું પણ ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ અને તેમના જીવન ના અધિકાર સર્વોપરી છે આની તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે.

કોરોનાકાળમાં જે પણ નિર્દેશો અને ગાઈડ લાઇન સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે તેના થી પારસી સમુદાયના મૌલિક અધિકારોનું કોઈ ઉલ્લંઘન થતું નથી. જોકે આ અરજીમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે પારસી સમુદાયના મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર કરવામાં આવે કા તો તેમની દફનવિહી કરવામાં આવે એવો એક ઓપ્શન સિલેક્ટ કરવા માટે કહેવામા આવ્યું હતું જેથી ધાર્મિક લાગણીઓ દુભાય છે.