દાહોદ

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયના અંતરિયાળ વિસ્તારના અને છેવાડા ના નાગરિકો સુલેહ શાંતિનો અહેસાસ અનુભવે એ જ અમારી પ્રાથમિકતા રહેલી છે અને રહેશે જ એટલે જ અમે અનેક કડક કાયદાઓનુ નિર્માણ અને કાયદાઓમાં સુધારાઓ પણ કર્યા છે. દાહોદ જિલ્લો એ સરહદ વિસ્તારનો જિલ્લો હોઈ ગુનાઓના અસરકારક નિયંત્રણ માટે દાહોદ જિલ્લાના પીપલોદ અને ચાકલીયા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે.મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે,રાજયના પોલીસ દળને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ હેતુસર વિવિધ સંવર્ગની કુલ -૭૬૧૦ જગ્યાઓની મંજુર કરવામાં આવી છે તે પૈકી કુલ -૧૬૬૬ જગ્યાઓને રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સંગીન બનાવવા રાજયમાં શહેર, ટાઉન, ગ્રામ્ય, કક્ષાએ નવીન પોલીસ સ્ટેશન શરૂ કરવા પોલીસ સબ ઇન્સપેકટરના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરમાં અપગ્રેડ કરવા તથા નવી પોલીસ ચોકી - આઉટ પોસ્ટ શરૂ કરવા મંજુર કરવામાં આવી છે.જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના પીપલોદ અને ચાકલીયા આઉટ પોસ્ટને અપગ્રેડ કરી નવા પીપલોદ પોલીસ સ્ટેશન અને ચાકલીયા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવનાર છે. પીપલોદ પોલીસ સ્ટેશનમાં ૨ પો.સ.ઇ. તથા ૬ એ.એસ.આઇ. , ૨૧ હે.કો., ૪૪ પો.કો. ની નિમણુંક કરવામાં આવનાર છે. ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ૨ પો.સ.ઇ. તથા ૬ એ.એસ.આઇ. , ૨૧ હે.કો. , ૪૪ પો.કો. મળી કુલ ૧૧૭ પોલીસ કર્મીઓની નિમણુંક કરવામાં આવનાર છે.મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, પીપલોદ આઉટ પોસ્ટમાં અગાઉ ૧૭ ગામડાઓનો સમાવેશ થતો હતો. પીપલોદ પોલીસ સ્ટેશનએ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાંથી છુટું પડેલ છે અને જેમાં કુલ -૧૬ ગામડાઓનો સમાવેશ કરાશે જે તમામ દેવ.બારીયા પોલીસ સ્ટેશનમાંથી છુટ્ટા પડાયા છે.