મુબંઇ,

જૂન સીરીઝની એક્સપાઇરી પહેલા બુધવારે ઉપલા મથાળેથી વેચવાલી થતા અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર પટકાયું છે. આ સાથે સતત ત્રણ દિવસની શેરબજારની તેજીને બ્રેક લાગી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૬૧ અંક અથવા 1.58 ટકા પટકાઈને 34,868નજીક જ્યારે નિફ્ટી 50 આંક 165 પોઈન્ટ અથવા 1.58 ટકા ગગડીને 10,305 નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં 838 અંક પટકાઈને 21,426 નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે1.08અને 1.24 ટકા ગગડ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર  અને એનર્જીને છોડી લગભગ તમામ સેક્ટર્સમાં મંદ વલણ જાવા મળ્યું છે. ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો 6 પૈસા ગગડીને 75.72 પર બંધ આવ્યો છે.

જ્યારે આ પહેલા મંગળવારે રૂપિયો 75.66 પર બંધ આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસની સ્થિતી અને ચીન અને ભારત વચ્ચે સતત વધી રહેલી તંગદિલીની અસર ઘરેલુ શેરબજાર પર જાવા મળી રહી છે. રોકાણકારોમાં ચિંતા સર્જાતા વેચવાલી વધી જેના કારણે માર્કેટ પટકાયું