મુંબઇ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 15920 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 53158.85 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 15,952.35 સુધી પહોંચી તો સેન્સેક્સ 53,266.12 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા ઉછળીને 23,017.48 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.46 ટકાની મજબૂતીની સાથે 26,370.99 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 254.80 અંક એટલે કે 0.48 ટકાની મજબૂતીની સાથે 53158.85 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70.20 અંક એટલે કે 0.44 ટકાની તેજીની સાથે 15924.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં 0.62-1.29 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.67 ટકાના વધારાની સાથે 35,907.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, એલએન્ડટી, વિપ્રો, ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, યુપીએલ અને એચડીએફસી બેન્ક 1.46-5.01 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા અને બ્રિટાનિયા 0.74-3.06 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, એયુ સ્મૉલ ફાઈનાન્સ, એલએન્ડટી ઈન્ફોટેક, ગોદરેજ પ્રોપર્ટી અને ઓબરોય રિયલ્ટી 3.31-8.57 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, ગ્લેન્ડ, ભારત ઈલેક્ટ્રિક, ઝિ એન્ટરટેન અને અદાણી પાવર 1.85-2.47 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ડેટામેટિક્સ ગ્લોબલ, શોભા, એલએન્ડટી ટેકનોલોજી, હેપિએસ્ટ માઈન્ડ્સ અને આઈનોક્સ વિંડ 9.15-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કિટેક્સ ગાર્મેન્ટ્સ, દોલત ઈનવેસ્ટમેન, કાયા, એચબીએલ પાવર અને એસ્ટ્રોન પેપર 5.67-10 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.