અમદાવાદ-

કોરોનાના વધતા ચેપ્ને કારણે રેલવેએ મર્યિદિત લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી મુંબઈ અમદાવાદ વચ્ચે 28મી ઑક્ટોબરના બુધવારથી વિશેષ શતાબ્દી એક્સ્પ્રેસ ચાલુ કરવામાં આવશે, એવું પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

કોરોનાને કારણે લગભગ સાત મહિનાથી અમદાવાદ-મુંબઈ વચ્ચે શતાબ્દી એક્સ્પ્રેસ બંધ કરવામાં આવી હતી, જે બુધવારથી દોડાવવામાં આવશે. 28મી ઑક્ટોબરના મુંબઈ સેન્ટ્રલથી શતાબ્દી એક્સપ્રેસ (નંબર 02009) રોજ સવારના 6.25 વાગ્યે ઊપડશે, જ્યારે ટ્રેન અમદાવાદ રાતના અગિયાર વાગ્યે પહોંચશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી ટ્રેનનો હોલ્ટ બોરીવલી, વાપી, ભરુચ, વડોદરા અને આણંદ રહેશે. રવિવાર સિવાયના દિવસ દરમિયાન આ ટ્રેન દોડાવવામાં આવશે. એ જ પ્રકારે અમદાવાદથી મુંબઈ વચ્ચે રોજ બપોરના 2.45 વાગ્યે ટ્રેન મુંબઈ માટે રવાના કરવામાં આવશે.