વાઘોડિયા: જરોદ ગ્રામ પંચાયતે બનાવેલ દલીત સમાજની સ્મશાન ભુમીપરનુ વિવાદિત શોપીંગ સેન્ટર આખરે વાઘોડિયા તાલુકા પંચાયતે તોડી પાડવાની કામગીરી આજે વહેલી સવારે શરુ કરી હતી. જરોદ ગ્રામ પંચાયતે દલીત સમાજના સ્મશાનભુમી પર ૨૬ દુકાનો ધરાવતુ ગેરકાયદેસર શોપીંગ સેન્ટર ઊભુ કરાતા વિવાદનો મઘપુડો છંછેડાયો હતો.ગામનો સર્વે નં. ૧૧૪૭ મા જરોદ ગ્રામ પંચાયતે અન્ય સભ્યોને વિશ્વાસમા લિઘા વિના ખોટા ઠરાવો ઊભા કરી લોકફાળાના નામે રોકાણકારો સાથે સુનિયોજીત ષડયંત્ર રચી ગ્રામ પંચાયતની સરકારી જગ્યામા આવેલ દલીત સમાજના સ્મશાન ભુમી પર ૨૬ દુકાનોનુ આખે આખુ શોપીંગ સેન્ટર ગેરકાયદેસર ઊભુ કયુર્ુ હતુ.જેમા દુકાન દારો પાસેથી ૫ લાખ ચેકથી અને બાકીના ત્રણ થી ચાર લાખ રુપીયા રોકડ લિઘા હતા.જાેકે શોપીંગ સેન્ટર સામે પહેલાથીજ વિવાદ ઊભો હતો.જેથી ગામના જાગૃત પ્રજા સાથે દલીત સમાજે વિરોઘનો વંટોળ ઊભો કરી તાલુકા, જીલ્લા સહિત મુખ્યમંત્રી અને ઁસ્ પોર્ટલપર ફરીયાદો કરી હતી.પરંતુ આજથી અગીયાર મહિના પહેલા વાઘોડિયા તાલુકા પંચાયતના અધિકારીઓની સાંઠગાંઠ ને કારણે તટસ્થ તપાસ થતી ન હતી.મુખ્યમંત્રી પોર્ટલ પર કરેલ ફરીયાદ અંગેની તપાસ હાલના વાઘોડિયા. તા. વિકાસ અઘિકારી કુ.કાજલબેન આંબલીયાને સોંપાતા સ્થળ, નક્શા અને સ્થાનિકોના નિવેદનો જાેતા સમગ્ર જગ્યા દલીત સમાજના સ્મશાનની હોવાનુ પુરવાર થતા શોપીંગ સેન્ટરના તમામ લોકોને નોટીસ ફટકારી બિન અઘિકૃત પ્રવેશ કરવા મનાઈ ફરમાવી હતી.તા.વિ. અઘિકારીએ ૧૨૦૦ પાનાનો રેકોર્ડ સહિત તપાસ અહેવાલ બનાવી ૧૦ ડિસેમ્બરના રોજ વિવાદિત શોપીંગ સેન્ટરનુ બાંઘકામ દુર કરવાની જરોદ ગ્રામ પંચાયતને નોટીસ આપી હતી,પરંતુ સમય મર્યાદા વિતી જવા છતા જરોદ ગ્રામ પંચાયતે ઈરાદા પુર્વક કરેલુ ગેરકાયદેસર બાંઘકામનુ કૃત્ય દુર કર્યુ ન હતુ.આજે તાલુકા વિકાસ અઘિકારી પોતાના કર્મચારીઓ સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વિવાદીત સોપીંગ સેન્ટરને તોડી પાડવા ત્રણ ત્નઝ્રમ્ બ્રેકર મશીન લઈ સવારમાંજ પહોંચી ગયા હતા.અને વિવાદિત શોપીંગ સેન્ટરની દુકાનોનુ બાંઘકામ દુર કરવાની તજવીજ હાથ ધરી હતી.જાેકે ગેરકાયદેસર બાંઘકામને તુટતુ જાેવા મોટી સંખ્યામા ગામના લોકો ઘટના સ્થળે આવ્યા હતા.ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત હોવાથી કોઈ અનિચ્છીનીય બનાવ ના બને તેવી કાળજી રખાઈ હતી.જાેકે વિવાદિત શોપીંગ સેન્ટરનુ બાંઘ કામ તુટે તેવો દલીત સમાજ સહિત ગામલોકોનો મત હોય તેથી કોઈ પણ પ્રકારની માથાકુટ થઈ ન હતી.