જામનગર-

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 366 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. તો કોવિડની સારવાર દરમિયાન 70 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 366 કેસ નોંધાયા છે તેમાં 234 કેસ શહેરી વિસ્તારમાં અને 132 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 233 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 70 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 88અ હજાર 512 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 28 હજાર 615 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.

સ્વૈચ્છિક બંધનો આજે અંતિમ દિવસજામનગર શહેરમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ તરફતી આપવામા આવેલા ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધનો આજે અંતિમ દિવસ હતો. બંધની અપીલ અને રવિવારનો દિવસ હોય શહેરની મોટાભાગની બજારો બંધ જોવા મળી હતી. જો કે, કેટલાક વિસ્તારમાં ચા પાનની અને ખાણી પીણીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી.