પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે આજે 22 એપ્રિલે છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. મતદાન સવારે 7 વાગ્યાથી ચાલુ છે. વોટિંગ શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન માટે લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'પશ્ચિમ બંગાળના લોકો નવી વિધાનસભા માટે મતદાન કરી રહ્યા છે. આજે છઠ્ઠા તબક્કામાં જે સીટો પર મતદાન થઈ રહ્યુ છે તે વિસ્તારના લોકોને આગ્રહ છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો.'

વળી, ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'હું બંગાળના છઠ્ઠા તબક્કાના બધા મતદારોને ખાસ કરીને યુવાનોને અપીલ કરુ છુ કે વધુને વધુ સંખ્યામાં બંગાળના ઉજ્વળ ભવિષ્ય માટે નીડરતાથી મતદાન કરે. તમારો એક વોટ બંગાળના ગરીબો તેમજ વંચિતોને તેમનો અધિકાર આપવા અને રાજ્યના વિકાસમાં અગ્રણી બનાવવાનો આધાર સ્તંભ છે.'

પશ્ચિમ બંગાળમાં આજે છઠ્ઠા તબક્કાના 4 જિલ્લાની 43 વિધાનસભા સીટો પર વોટિંગ થઈ રહ્યુ છે. ચૂંટણી મેદાનમાં 306 ઉમેદવારો છે. એક કરોડથી વધુ મતદારો આજે મતદાન કરશે. કોરોના અને હિંસાને જોતા ચૂંટણી પંચે સુરક્ષા ઉપાયો કડક કરી દીધા છે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે જેમાં 5 તબક્કાની ચૂંટણી થઈ રહી છે. ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન કૂચબિહારમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. બંગાળમાં સાતમાં અને આઠમાં તબક્કાની ચૂંટણી બાકી છે. ચૂંટણીના પરિણામો 2 મેના રોજ આવશે.