સુરત-

સુરત શહેરમાં રાજકીય ક્ષેત્રે આમ આદમી પાર્ટીનુ રાજકીય કદ વધી રહ્યું છે. ત્યારે, સુરત શહેરમાં બીજેપીમાંથી આપમાં જોડાવાનો સિલસિલો હવે ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં ખાસ કરીને યુવાનોમાં, જોડાવાનો ક્રેઝ વધ્યો છે અને જેને લઈને ભાજપા કેમ્પમાં પણ ચિંતા વધી છે. સુરત શહેરમાં ભાજપાના 60થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ સુરતના પ્રમુખ વશરામ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ સંજય પ્રજાપતિ ની સાથે, પર્વત-પાટિયા અને લીંબાયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ને આવકારવા માટે, સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી, દિપકભાઈ પાટીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવા જોડાનાર સૌ આગેવાનો અને કાયઁકરોને આવકાર્યા હતા.