વડોદરા -

શહેરની સામાજિક કાર્યકર નીશિતા રાજપૂત દ્વારા દીકરી દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નીશિતાએ દસ દીકરીઓને અભ્યાસમાં કસર ન પહોંચે તે હેતુથી એન્ડ્રોઈડ ફોન આપ્યા હતા. દીકરી વહાલનો દરિયો ઉક્તિ મુજબ દીકરીઓને ગરીબમાં મા-બાપ ભણાવે છે પણ હાલમાં ઓનલાઈન અભ્યાસ ચાલતો હોવાથી દીકરીઓને તકલીફ પડતી હોય છે ત્યારે સામાજિક કાર્યકર્તા નીશિતા રાજપૂત દ્વારા દીકરીઓને શિક્ષણ સહાય તો કરી રહ્યા છે ત્યારે આજે મધ્યમ અને ગરીબ પરિવારની દસ દીકરોઓને નવા સ્માર્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા, જે ઓનલાઈન અભ્યાસ માટે ઉપયોગી બનશે.