પેલેસ્ટાઇન-

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં કહેર જાેવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં કેટલાક દેશોથી હૃદય ચિરાઈ જાય તેવી તસવીરો સામે આવી રહી છે જેમાં લોકો વાયરસના કારણે પોતાના સ્નેહીજનોને મળી શકતા નથી. આવી જ એક તસવીર પેલેસ્ટાઇનથી આવી છે જ્યારે એક દીકરો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહેલી માતાની એક ઝલક માટે હોસ્પિટલની બારી પર ચડીને બેઠો છે. સોશ્યલ મીડિયામાં તેની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. મીડિયાના અહેવાલ અનુસાર આ વ્યક્તિની માતા કોરોનાથી સંક્રમિત હતી અને અંતિમ શ્વાસ લઇ રહી હતી. 

મીડિયા અહેવાલ અનુસાર આ વ્યક્તિનું નામ જિહાદ અલ સુવૈતી છે. જિહાદની માતા આઈસીયુમાં દાખલ હતી અને કોરોના સામે અંતિમ શ્વાસ લઇ રહી હતી. 30 વર્ષનો જિહાદ માતાની એક ઝલક મારે રોજ બારી પર ચડી જતો. બાદમાં તેની માતા કોરોના સામે હારી ગઈ. મોહમ્મદ સાફા નામક હ્યુમન રાઈટ્‌સ એક્ટિવિસ્ટે તેની તસવીરો શેર કરી છે.

તેમણે ટિ્‌વટ કરીને લખ્યું 'પેલેસ્ટાઇનનો આ દીકરો હોસ્પિટલની દીવાલ ચડીને રોજ બારી પર બેસતો જેથી કોરોનાની સારવાર લઇ રહેલી માની એક ઝલક મળી શકે. એક રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમિત મહિલા લ્યુકેમિયાથી પણ પીડાઈ રહી હતી. પાંચ દિવસ સુધી તેમની સારવાર થઇ પરંતુ ડાૅકટર તેમને બચાવી ન શક્યા. લોકલ મીડિયાથી જિહાદે કહ્યુ કે 'તેમની અંતિમ ઘડીમાં હું લાચાર થઇને આઈસીયુની બારી પર બેસી માત્ર તેમને નિહાળી રહેતો'. તેમણે જણાવ્યું કે 15 વર્ષની ઉંમરમાં જ પિતા દૂર થઇ ગયા હતા અને હવે મા પણ છોડીને જતી રહી.