વલસાડ-

પારડી તાલુકાના ધગડમાળ ગામે મંદિર ફળિયામાં રહેતા યોગેશ ભીમા પટેલ ઉંમર ૩૪ વર્ષ તારીખ 28/12/ 2020ના રોજ પોતાના ઘરે સૂતા હતા ત્યારે લગભગ રાત્રે ૧૧ વાગ્યે તેમના ફળિયામાં જ રહેતા કૃપેશ એસ. પટેલ પોતાની મોટરસાયકલ પર આવી બૂમાબૂમ કરતા યોગેશભાઈ અને તેમની પત્ની બહાર આવ્યા હતાં. કૃપેશે યોગેશભાઈને તેમની માતા સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી તેમની સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં કૃપેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસા રહેલા ચપ્પુ યોગેશભાઈના પેટમાં મારી દીધું હતું.યોગેશભાઈ લોહીલુહાણ થઇ જતાં તેમની પત્નીએ બૂમાબૂમ કરતાં કૃપેશ રોષે ભરાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બૂમાબૂમ સાંભળી દોડી આવેલા પાડોશીઓએ ઇજાગ્રસ્ત યોગેશભાઈને 108 મારફતે પારડી મોહન દયાળ હોસ્પિટલ ખસેડયા હતાં. હાલ યોગેશભાઈ સારવાર હેઠળ છે. આ ઘટના અંગે યોગેશભાઈની પત્નીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.