નવી દિલ્હી,તા.૧

કોરોના મહામારી બાદ હવે ક્રિકેટ ટીમો પોતાની ટ્રેનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમો પહેલાથી જ ટ્રેનિગ શરૂ કરી ચૂકી છે. હવે સોમવારથી શ્રીલંકન ક્રિકેટ ટીમ પણ પોતાની ટ્રેનિંગ શરૂ કરી દેશે, આ વાતની જાણકારી ખુદ શ્રીલંકા ક્રિકેટે આપી હતી. શ્રીલંકા ક્રિકેટે જણાવ્યુ કે, તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા ૧૩ ખેલાડીઓની ટીમ કોલંબો સોમવારથી કોલંબો ક્રિકેટ ક્લબમાં રિસડેન્સિયલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરશે. આ દરમિયાન ટીમ એક જ હાટલમાં રોકાશે. તેમને કહયુમ કે જે ખેલાડી કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે તે બધા ફોર્મેટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના બાલરો છે, આ કેમ્પમાં જે પણ લોકો સામેલ થશે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એસએલસીએ રમત મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કરીને તમામ સુરક્ષા ઉપાયોને લઇને પ્રક્રિયા બનાવી છે,જેનુ પાલન કરવામાં આવશે.