અમદાવાદ-

તહેવારોની સીઝન આવી રહી છે જેને લઈને એસટી વિભાગ દ્વારા કેટલાક રૂટ પર વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોનાના કેસ ઘટ્યા એટલે એસટી વિભાગ દ્વારા કર્ફ્યુ હટાવવામાં આવ્યો.જેને લઈને એસટી વિભાગની અત્યારે ૬૭૦૦ જેટલી બસ દોડી રહી છે. ત્યારે શ્રાવણ માસ,જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે મુસાફરોનો ઘસારો વધારે રહેતો હોય છે જેને લઈને એસટી કેટલાક રૂટ પર વધારે બસ દોડાવશે જેમાં વાત કરીએ તો મુખ્ય ડેપો છે જેવા કે અમદાવાદ બરોડા સુરત રાજકોટ જેવા સેન્ટર પર વધારાની બસો મૂકી સંચાલન કરવામાં આવશે..કારણ કે તહેવારોના સમયમાં લોકો વતન તરફ જતા હોય છે જેથી લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે તો આ સિવાય તહેવારોની સિઝનમાં લોકો સોમનાથ દ્વારકા જેવા સ્થળો પર દેવ દર્શને જતા હોય છે જેથી એ સ્થળો પર પણ વધારાની બસો દોડાવવામાં આવશે...જે તે સેન્ટર પર મુસાફરોનો ઘસારો કેટલો છે તે ચકાસ્યા બાદ વધારાની બસ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલમાં કોરોના કેસ ઘટ્યા છે અને તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો આગામી આઠમ અને નોમના તહેવારોને લઈને આગામી સમયમાં વધુ 600 બસો દોડાવવાનો નિર્ણય એસ ટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે હાલ ગુજરાત એસ ટી 70 કેપેસિટી સાથે દોડી રહી છે. હાલમાં તહેવારોની સિઝનમાં લોકો બહાર ફરવા માટે અને રજાના દિવસનો ઉપયોગ કરે છે. જેથી બસોની આવન જાવન વધુ હોય છે જેને લઈને એસ ટી વિભાગ દ્વારા બસોની ટ્રીપો વધારવામાં આવી છે. હાલમાં ડેપોમાં જે બસ એક્સ્ટ્રા રાખવામા આવી છે 10 ટકા તેમાંથી 600 બસો મુકવામાં આવી છે.

આ વિશે વાત કરતાં એસ ટી નિગમના કે ડી દેસાઇ એ જણાવ્યુ હતું કે હાલમાં તહેવારોની સિઝન ચાલુ થઈ છે જેને લઈને વતન જવા માગતા લોકોનો ઘસારો વધુ થવા લાગ્યો છે જેથી ડેપોમાં જે બસો સ્પેર માં પડી છે તેમાથી 600 બસો અલગ અલગ ડેપોમાં દોડાવવામાં આવી રહી છે. જેમાં પાવાગઢ, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પર દોડાવવામાં આવી રહી છે. હાલ ટ્રાફિક અને પેસેન્જર વધતાં 600 ટ્રીપો શરૂ કરવામાં આવી છે આગામી સમયમાં જો વધુ બસની જરૂર પડશે તો બીજી બસો પણ દોડાવવામાં આવશે.