અમદાવાદ-

કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ, તેમ હાઈકોર્ટે હુકમમાં જણાવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ નિયમિત ભરતી કરે, તેમ હાઇકોર્ટે હુકમ કર્યો છે.

મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નહીં. મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનની રાજ્યમાં અછત. દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ સરકાર બનાવે, તેમ પણ હાઇકોર્ટ હુકમમાં જણાવ્યું છે. આ માળખું અને નીતિ બનાવવા માટે સરકાર તજજ્ઞ સમિતિ નો પરામર્શ કરે. ઇન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે. મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની સરકાર નીતિ બનાવે