ગાંધીનગર-

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત સરકારે ઓબીસીના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને તાલીમમાં સહાય આપાવની જાહેરાત કરી છે. રાજ્યના ઓબીસી વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ ર્નિણય ગુજરાત સરકારે કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ ઓબીસીના વિધાર્થીઓને અપાશે.

વર્ગ ૧, વર્ગ ૨ અને વર્ગ ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી, સીઆરપીએફ સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે. વિદ્યાર્થી દીઠ ૨૦ હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.

રાજ્યના ઓબીસી વર્ગ ના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો આ ર્નિણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી દિઠ ૨૦ હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં સીધા જમા થશે.