ગાંધીનગર,

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાથે સાથે રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા,  અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યના કંટ્રોલરૂમ દ્વારા જણાવ્યા પ્રમાણે બોટાદના ગઢડામાં રાતના આઠથી 10માં 35mm વરસાદ નોંધાયો હતો. અમરેલીના લીલીયામાં 22mm અને સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં 20mm વરસાદ નોંધાયો હતો.

આગામી 2 દિવસની વાત કરીએ તો રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.