મુંબઈ-

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ઘટતા કેસને જોતા સરકાર સતત અનલૉક સાથે જોડાયેલા નિર્ણયો લઈ રહી છે. સોમવારે બીએમસીએ બ્રેક ધ ચેઇન મોહિમ હેઠળ મુંબઇના બધા જ મેદાન, ગાર્ડન અને સીફેસ, સી ફ્રન્ટ અને બીચ ખોલવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ બધા સ્થળોને સવાર 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ પહેલા સરકારે રાજ્યના રેસ્ટૉરન્ટ અને દુકાનોને રાતે 10 વાગ્યા સુધી ખુલી રાખવાના નિર્દેશ આપ્યા હતા. આ બધા સ્થળે અઠવાડિયાના સાતે દિવસ ખુલા રહેશે. જો કે, કોવિડ-19 પ્રૉટોકૉલ જેમ કે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે. બીએમસીએ પોતાની ગાઇડલાઇન્સમાં ચેતવણી આપી છે.  આ દરમિયાન, ચાર મહિનાના અંતરાલ બાદ રવિવારથી કોવિડ-19 વેક્સિનના બન્ને ડૉઝ લેનારા લોકોને મુંબઇ લોકલ ટ્રેનમાં ફરીથી ટ્રાવેલ કરવાની છૂટ મળી છે. જરૂરી સેવાઓના કર્મચારીઓ અને સરકારી, તેમજ અર્ધ-સરકારી કર્મચારીઓને કોવિડ વેક્સિનેશન બાદ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવા નહી આપવામાં આવી છે. બધાં જ સાર્વજનિક ઉદ્યાનો અને રમતના મેદાનો સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન વ્યાયામ, વૉકિંગ, જૉગિંગ અને સાઇકલ ચલાવવા માટે ખુલ્લા રહેશે