પટના-

કોરોનાની રસી મળતા જ બિહારમાં રસીકરણે સ્પીડ પકડી છે. બિહારમાં ૨૪ કલાકમાં સૌથી વધારે રસીકરણ થતા આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ અને ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર છે. કોવિન પોર્ટલ પર રાતે ૯ વાગ્યા સુધીમાં જારી આંકડા અનુસાર રાજ્યમાં ૫ લાખ ૪૪ હજાર ૨૪૪ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં ૩૮૧૭ કેન્દ્રો પર રસી લગાવવામાં આવી છે. બિહારે ૫ લાખનો આંકડો ૯ દિવસમાં પાર કર્યો છે. આની પહેલા ૨૧ જૂને રાજ્યમાં ૭.૨૮ લાખ રસી લાગી હતી. રસીકરણમાં ભાગલપુર આગળ રહ્યુ. ગત રાતે ૯ વાગ્યા સુધી કિશનગંઝમાં માત્ર ૧૩૩ લોકોને રસી લાગી હતી.

રાજ્ય સરકારે ૨૧ જૂને રસીકરણના મહાભિયાનનો આગાજ કર્યો હતો. ૬ મહિનામાં ૬ કરોડ લોકોના રસીકરણનું લક્ષ્ય રાખ્યુ હતુ. લક્ષ્યની પ્રાપ્તિ માટે ૩.૩૦ લાખનું રોજ સરેરાશ રસીકરણ કરવામાં આવશે. જાેકે રાજ્યએ ૨૨ જૂન બાદથી રસીની અછત વર્તાઈ છે. દર રોજ ઘટતા રસીકરણથી મહાઅભિયાનને ઝટકો વાગ્યો છે. જાેકે કેન્દ્ર સરકારે આવનારા ૬ મહિના માટેનું મહાઅભિયાન ૧જુલાઈથી શરુ કર્યુ. એક જુલાઈએ પણ રાજ્યમાં લગભગ ૨ લાખ લોકોને રસી લાગી છે. ત્યારે ૨ જુલાઈનો આંકડો ૫ લાખને પાર થઈ ગયો છે. રસી ઉપલબ્ધ થતા જ રસીકરણ કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. શુક્રવારે થયેલા કુલ રસીકરણમાં ૧૮ પ્લસ વાળા ૩ લાખ ૫૭ હજાર ૫૦ લોકોને રસી લાગી છે.જ્યાં રસીનો સવાલ છે ત્યાં બિહારમાં ૪ દિવસોમાં ૧૬.૫૮ લાખ રસીના ડોઝ મળ્યા છે. શુક્રવારે મોડી સાંજે વધુ ૩ લાખ રસી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળી છે. આના પૂર્વ મંગળવારે ૨.૮૩ લાખ, બુધવારે પોણા ૮ લાખ અને ગુરુવારે ૩ લાખ ડોઝ મળ્યા હતા. હવે રસીનો નેક્સ જથ્થો ૭ અથવા ૮ જુલાઈએ મળવાની આશા છે. રાજ્યને જાે આ ગતિએ રસી મળશે તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશે.