અમદાવાદ-

સમગ્ર રાજ્યભરમાં ACB દ્વારા વિવિધ ખાતાના અધિકારીઓને લાંચ લેતાં રંગે હાથ ઝડપવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આજે GST વિભાગમાં રાજકોટ ACBએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં બહુમાળી ભવન વાણિજ્ય વેરા કચેરીમાં GST વિભાગના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનસુખ મદાણીને 20,000ની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓ ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ફરજ દરમિયાન લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે. ત્યારબાદ એસીબી દ્વારા મનોજ મદાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, અને તેઓની પાસેથી અપ્રમાણસર મિલકત વેચવા માટે તેમના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ACBને એક ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. જે ફરિયાદના આધારે રાજકોટમાં આવેલી બહુમાળી ભવનના ચોથા માળે વાણિજ્ય વેરા કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. દરમિયાનમાં ફરિયાદી પાસેથી મનોજ મદાણી 20 હજારની લાંચની માગણી કરી હતી. અને આ લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા હતા.એસીબીએ મનોજ મારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.