અમદાવાદ-

કેવડીયા ખાતેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં આવી ગયુ છે અને 50 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે. એટલુ જ નહિં કેવડીયા આસપાસનાં આદિવાસી-પછાત વિસ્તારની સામાજીક આર્થિક પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.કેન્દ્રનાં પ્રવાસન સચીવ અરવિંદસિંઘે કહ્યું કે કોરોના કાળ સંપૂર્ણ ખત્મ થયા બાદ દરરોજ એક લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરવા આવે તેવી શકયતાનો ઈન્કાર થતો નથી. ભારતના પ્રવાસન સ્થળોમાં અત્યારે આગ્રા ટોપ પર છે.દરરોજ 70,000 પ્રવાસીઓ આવે છે.ભારતનાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન વિકસાવવામાં આવ્યું છે. વિરાટ સરદાર સરોવર ડેમ, વોટરફોલ, જંગલ સફારી, ચીલ્ડ્રન પાર્ક વગેરે આકર્ષણો છે જેના થકી ભારતનું સૌથી મોખરાનું પ્રવાસનક્ષેત્ર બની શકે છે. દેશભરનાં 32 ઓપરેટરોનાં અધિવેશનમાં તેઓએ કહ્યુ કે કોરોનાકાળ બાદ આંતર રાષ્ટ્રીય કરતા ઘર આંગણે પ્રવાસન ઝડપથી રફતાર પકડશે.