અમદાવાદ-

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા પ્રવાસન સ્થળ પર નાતાલથી ૩૧ ડિસેમ્બર સુધી પ્રવાસીઓના બુકિંગને જાેઈને એસઓયુ પરિસરમાં ટિકિટની મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં રોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો. જેમાં વ્યૂહ ગેલેરીમાં માત્ર ૫૦૦ લોકોને પાંચ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવતો હતો. માત્ર ઓનલાઇન ટિકિટને કારણે કેટલાંય પ્રવાસીઓને આવવાની ઈચ્છા હોવા છતાં ટિકિટ ની લિમિટેશનને લઈને આવી શકતા નહોતા. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ટિકિટ મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 

હવે ૨૫૦૦થી વધારી એક દિવસમાં ૧૨૦૦૦ જેટલી કરવામાં આવી છે. કેવડિયા પ્રવાસ માટે આવનાર પ્રવાસીઓની ફરિયાદો હતીકે, અલગ અલગ ટીકીટ બુકિંગ કરવી પડે છે અને ઓનલાઇન હોય છે. એકાદ ટિકિટ રહી જાય તો અહીં આવ્યા છતાં જાેવા મળતું નથી.જેથી ર્જીંેં તંત્ર દ્વારા કોમ્બો પેકેજ ટિકિટ બનાવવામાં આવી રહ્યું છે. એક કોમ્બો ટિકિટ લઈને પ્રવાસી આવે તો તેમને કોઈ પણ જગ્યાએ ટિકિટ લેવાની જરૂર નહીં પડે. સ્ટેચ્યુના તમામ પ્રોજેકટ માટે ટિકિટ ઓનલાઇન જ મળી શકશે. હવે વ્યૂહ ગેલેરીમાં એક સ્લોટમાં ૧૦૦૦ એટલે એક દિવસમાં ૫૦૦૦ પ્રવાસીને એન્ટ્રી મળશે. સ્ટેચ્યુના અન્ય સ્થળ માટે એક સ્લોટમાં ૧૪૦૦ પ્રવાસી એટલે એક દિવસ માં ૭૦૦૦ મળી હવેથી એક દિવસમાં ૧૨,૦૦૦ પ્રવાસીઓને એન્ટ્રી મળી રહેશે.નવી સૂચના ન આવે ત્યાં સુધી પ્રવેશ મર્યાદામાં કરાયેલો ચાલુ રખાશે.