મુંબઇ-

સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે શેરબજાર ફ્લેટ ખુલ્યું, આખરે દિવસ દરમિયાન વધઘટ પછી ફ્લેટ બંધ રહ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેક્સ 34 પોઇન્ટના ઉછાળા સાથે 46,287 પર ખુલ્યો છે. પરંતુ સવારે 9.20 સુધીમાં તે લગભગ 166 પોઇન્ટનો ઘટાડો કરી ગયો હતો. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 11 અંક નીચે 13,547 પર ખુલ્યો.

કારોબારના અંતે સેન્સેક્સ 9.71 પોઇન્ટ વધીને 46,263.17 ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 9.70 પોઇન્ટ વધીને 13,567.85 ની સપાટીએ બંધ રહ્યો હતો. કારોબારની સવારે, સવારે 10 વાગ્યા પછી સેન્સેક્સ લગભગ 412 પોઇન્ટ તૂટ્યો અને 46 હજારથી નીચે 45,841.67 પર ગયો. એ જ રીતે નિફ્ટી 13,447.05 ના સ્તર પર આવી ગયો. 

લગભગ 1389 શેરોમાં ઉછાળો જોવાયો અને 1333 નો ઘટાડો. નિફ્ટીમાં મોટા ઘટાડામાં નેસ્લે, એચયુએલ, બીપીસીએલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય શેરોમાં બજાફ ફાઇનાન્સ, બજાજ ફિનસવર, આઇશર મોટર્સ, શ્રી સિમેન્ટ અને જેએસડબ્લ્યુ સ્ટીલનો સમાવેશ થાય છે. ઓટો અને ધાતુ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. નિફ્ટી પીએસયુ, એફએમસીજી ઈન્ડેક્સમાં એક-એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.