મુબંઇ,

ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી સાથે બંધ થયુ છે. સતત ત્રીજા દિવસે બજારમાં ખરીદીનો મૂડ રહ્યો હતો. નિફ્ટી આજે 10,600ની સપાટીએ બંધ થઈ થયુ હતું. RIL, ભારતી એરટેલ, TCS અને HULએ બજારને જામ આપ્યો પરંતુ બેંક નિફ્ટી દબાણ હેઠળ રહ્યા.

નિફ્ટી 9 માર્ચ પછી પહેલી વાર ઉપલા સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, 9 માર્ચ પછી સેન્સેક્સે પ્રથમ વખત 36000ની સપાટી કુદાવી બંધ રહ્યો છે. મેટલ, બેન્ક સિવાય, તમામ ઇન્ડેક્સ સૂચકાંકોની ખરીદી જાવા મળી છે. કેપિટલ ગુડ્‌ઝના શેરમાં સૌથી વધુ વધારો થયો છે. આઈટી, પાવર, રિયલ્ટી શેરમાં ખરીદી જાવા મળી હતી.

બેંકિંગ અને મેટલ શેરોમાં દબાણ હતું. સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 36,021ની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટી 56પોઇન્ટ પર10,607 ની સપાટીએ બંધ રહ્યો છે. બેન્ક નિફ્ટી 101 પોઇન્ટ ઘટીને 21,852ની સપાટી પર બંધ થયા છે.

સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શુક્રવારે શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સે 177.72 પોઇન્ટના વધારા સાથે દિવસ ટ્રેડિંગ 36,021.42 પર સમાપ્ત કર્યો હતો. નિફ્ટી ૫૫.૬૫ અંક વધીને 10,607.35 પર બંધ રહ્યો છે. એક સારા સમાચાર એ પણ છે કે ડોલર સામે રૂપિયો 38 પૈસા વધીને મજબુત સપાટીએ બંધ રહ્યો છે. જાકે, નબળી માંગને કારણે ક્રૂડ ઓઇલનો ભાવ0.73ટકા ઘટીને રૂ. 3002પ્રતિ બેરલ થયો છે.