નવી દિલ્હી, તા.૫

સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરાને તેમના ઘર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારોને ૧૫ દિવસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા કોર્ટે જણાવ્યુ છે કે આ મુદ્દા સંદર્ભે કેટલાક નિર્દેશ જારી કરવામાં આવશે જેમાં તમામ પ્રવાસી મજૂરોને પરિવહન માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવશે. રાજ્ય સરકારો તેમની યોજના જાહેર કરે કે તે પ્રવાસી મજૂરોને રોજગાર અને અન્ય રાહતો કેવી રીતે આપશે. કોર્ટે પ્રવાસી મજૂરોની નોંધણી કરવા પર પણ ધ્યાન દોર્યુ છે. 

આ બાબતે કેન્દ્ર સરકારે વિભિન્ન રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા માટે કરેલી ટ્રેન વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી છે. કેન્દ્રની માહિતી મુજબ અત્યાર સુધી ૪,૨૭૦ શ્રમિક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી, જેમાંથી યુપી માટે ૧૬૨૫ સૌથી વધુ ટ્રેન દોડાવવામાં આવી હતી.તમામ રાજ્ય સરકારો હવે પરત ફરેલા પ્રવાસી મજૂરો માટે રોજગારની યોજના તૈયાર કરી રહી છે.