સુરત : સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવરો થતા ડેમની સપાટીમાં વધાશ્વરો થયો છે. અને આજે સવારે બાર વાગ્યે ડેમની સપાટી તેનાશ્વ ૩૩૫ ફુટ રૂલલેવલને વટાવી ૩૩૫. ૪૪ ફુટે પહોંચી છે અને ડેમમાં ઉપરવાસમાંથી ૯૬,૧૬૭ ક્યુસેક પાણીનો આવરો આવી રહ્ના હતો 

તંત્ર દ્વારા સપાટીને મેઈન્ટેન્ટ કરવા અને આવતા પાણીના જથ્થા માટે જગ્યા કરવા ડેમના ૧૪ દરવાજા ૬ ફુટ સુધીના ખોલી ૧,૫૯,૬૩૬ કયુસેક પાણી છોડવામાં આવી રહ્ના છે. આ ઉપરાંત કાકરાપાર ડેમમાંથી પણ સવારે ૧.૪૫ લાખ ક્યુસેક પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે જેના કારણે તાપી નદી બંને કાંઠે વહેવા લાગી છે તેમજ તાપી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શકયતા છે.ડેમના ઉપરવાસમાં આવેલા ૨૧ ગેજ સ્ટેશનમાં વિતેલા ચોવીસ કલાકમાં પડ્યો છે.જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઉકાઈડેમની સપાટી તેના ૩૩૫ ફુટના રુલલેવલ નજીક પહોંચતા તંત્ર દ્વારા ડેમમાંથી તબક્કાવાર રીતે પાણી છોડવાનું શરુ કયું હતું. બે ત્રણ દિવસથી ઉપરવાસમાં વરસાદે વિરમ લેતા તાણી છોડવામાં ખાસ્સો ઘટાડો કરી દેવામા આવ્યો હતો જાકે ફરી ઉપરવાસના કેચમેન્ટ ઍરિયામાં વરસાદ પડવાની શરુઆત થઈ છે તેના કારણે ઉકાઈડેમની સપાટી તેના રૂલલેવલને પાર કરી ગઈ છે.