અમદાવાદ-


રથયાત્રા નિકળે તેવી લાખો ભક્તોની ઈચ્છા: મહંત દિલીપદાસજી


અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને સસ્પેન્સ છે. ત્યારે આજે રથયાત્રાને લઈને બેઠકો નો દોર શરૂ થયો છે. ગઇકાલે પોલીસ અને મંદીર પ્રશાસન ની બેઠક બાદ આજે ગૃહમંત્રી તેમના જન્મદિવસે જગન્નાથ મંદિર ખાતે આજે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ગૃહ મંત્રીએ મહંત દિલીપદસજી સાથે બેઠક યોજી હતી. અને આગામી જલયાત્રા સાદાઈ થી યોજવા માટે કહ્યું હતું. કોરોના ગાઈડલાઇને ધ્યાનમાં રાખીને જલયાત્રા સાદાઈથી યોજવામાં આવશે.

રથયાત્રા યોજવાને લઈને કેટલા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે ગૃહમંત્રીએ લીધેલી મુલાકાત બાદ જલયાત્રા ને લઈને સસ્પેન્સ પૂરો થયો છે. સાદાઈ થી રથયાત્રા યોજસે જેને લઈને હવે મંદિર તરફ થી તૈયારીઓ પૂર જોશમાં કરવામાં આવશે. આ વિષે વાત કરતાં મહંત દિલીપદસજી જણાવ્યુ હતું કે લાખો ભક્તોની ઈચ્છા છે રથયાત્રા નીકળે અને અમે ભગવાન જગદીશના વધામણાં કરીએ. ત્યારે આ મુલાકાત બાદ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે જુલાઇ મહિનામાં કોરોના કેસોને જોઇને નિર્ણય લેવામાં અવસે. પરંતુ જલયાત્રા કોરોના ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને સાદાઈથી યોજવામાં આવશે. જોકે પોલીસ ધ્વારા અને મંદિર ધ્વારા હવે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર ધ્વારા આગામી દિવસોમાં પોલીસ પાસે પરમીશન માગવામાં અવસે અને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે પોલીસ ધ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓએ સાથે બેઠકો શરૂ કરવામાં આવી છે.