કપડવંજ, તા.૨૮ 

લાયન્સ ક્લબ કપડવંજના પ્રમુખ તરીકે સિંધી સમાજના અગ્રણી અશોક લોહાણા તેમજ તેમનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમ ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પુનિતભાઈ ભટ્ટના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે લાયન પરસોત્તમભાઈ તલાટીએ સ્વાગત કર્યું હતું, જ્યારે મંત્રી પ્રતિકભાઇ ઓઝાએ પ્રવૃત્તિ અહેવાલ રજૂ કર્યો હતો. લાયન આશિષભાઈ શાહ દ્વારા મહેમાનનો પરિચય આપવામાં આવ્યો હતો અને લાયન સમીર કાંટા વાળાએ રાષ્ટ્રધ્વજના કરાવી હતી. પ્રાર્થના ખુશીબેન લોહાણા દ્વારા રજૂ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન કીર્તન પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ લાયન જયંતીભાઈ પટેલે કરી હતી. ઉપરોક્ત સમારંભમાં લોહાણા પરિવારના અગ્રણીઓ માધુ મલ લોહાણા તથા નેહાબેન લોહાણા તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના મોભીઓએ નવ નિયુક્ત પ્રમુખ અશોક લોહાણાને શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિવાદન કર્યું હતું.