વડોદરા : વડોદરા શહેરની કોવિદ હોસ્પિટલોમાં માર્યા જતા કોરોનાના દર્દીઓથી સ્મશાનો ઉભરાઈ રહયા છે. ત્યારે એનો અહેવાલ પ્રસિદ્ધ થયા પછીથી જવાબદાર તંત્ર અને એના જવાબદાર અધિકારીઓની આબરૂનું ધોવાણ થતા સફાળા જાગેલા અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ સ્મશાનોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તેમજ પોતાની ફરજ ચૂકને ઢાકીને રાખનાર સેવાભાવીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે ડો.વિનોદ રાવ દ્વારા કોવિદ માટે નિર્ધારિત થયેલા ખાસવાડી, અકોટા, વાસણા અને ગોત્રી સ્મશાનોની મુલાકાત લઈને નિસ્વાર્થ ભાવે મૃતકોની અંતિમ ક્રિયા સરળ બને તે માટે રાતદિવસ અને જાેખમની પરવાહ કર્યા વગર સેવા આપતાં અશોક જાેષી સહિત વિવિધ સેવા સંસ્થાઓ અને તેમના સેવા કર્મયોગીઓની બહુમૂલ્ય સેવાઓને બિરદાવી હતી.જલારામ સેવા ટ્રસ્ટ અને તેમના સમર્પિત કાર્યકરો દ્વારા અને તેમાંય ખાસ કરીને સંસ્થાના વહીવટકર્તાઓ નિતીનભાઈ પટેલ અને અનુરાગ પાંડે દ્વારા ઉત્તમ સેવાઓ શહેરને મળી રહી છે. તેમણે પાલિકામાંથી નિવૃત્તિ પછી પણ દિવસ રાત તમામ હોસ્પિટલો સાથે સંકલન કરી કોઈપણ સ્મશાનમાં કોઈને પણ અગવડતા કે સેવામાં વિલંબ ના પડે તે માટે નિરંતર સેવા કરતા અશોક જાેષીને અભિનંદન આપી સેવાઓને બિરદાવી હતી.

નંદેસરીની એસબીઆઈમાં મેનેજર સહિત ૧૨ કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થતા બેંકને બંધ કરાઈ

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાએ આતંક મચાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે રોજ જુદા જુદા વિસ્તારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તેવામાં મંગળવારે વડોદરા શહેર નજીક આવેલ નંદેશરીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બ્રાંચ મેનેજર સહિત ૧૨ થી ૧૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.હાલ સમગ્ર સ્ટાફ કોરોના સંક્રમિત થતા બેંકને બંધ કરવામાં આવી છે.સાથે સાથે જ બેંકને સેનેટાઇઝ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે નંદેશરી એક ઔદ્યોગિક એકમ હોવાથી એસબીઆઇ બેન્કના કર્મચારીઓ કોરોનામાં સપડાતા નંદેસરીના ઔદ્યોગિક એકમોના કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન અટવાશે.જેને લઈને ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌરક્ષા સમિતિ વિનામૂલ્યે અંતિમવિધિ કરશે

 મૃત્યુ પામેલા લોકોના મૃત શરીરને હોસ્પિટલથી સ્મશાનમાં લઈ જવાનો હોય છે . માનવતાને જ નજર સમક્ષ રાખીને જન સેવાના આ કાર્યને પોતાના ઘરના જ સ્વજન સમજીને મરણ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા પણ સારી રીતે થાય તે જવાબદારી સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌરક્ષા સમિતિએ ઉઠાવી છે. વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમક્રિયા જનસેવકો તેમની ટીમ સાથે વિનામૂલ્યે કરશે.