નસવાડી, તા.૧૦ 

વૃક્ષ પૂજનીય છે. જંગલોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની સહિયારી ફરજ છે એમ નસવાડી રેંન્જ ફોરેસ્ટ વિસ્તરણ અધિકારી એન. એન.બારીયા એ જણાવ્યું હતું.

ઉજવણીમાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા જશુભાઈ ભીલ દ્વારા વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વૃક્ષો આપણને ફળ-ફુલ, છાંયડો તેમજ આયુર્વેદિક ઔષધિઓ આપે છે. વૃક્ષોનું જતન કરવામાં આવશે તો પર્યવારણીય સમતુલા જાળવી શકાશે. વરસાદ લાવવામાં પણ વૃક્ષો ખૂબ મદદરૂપ થાય છે એમ કહી તેમણે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવા જરૂરી છે એમ ઉમેરી વિવિધ વૃક્ષોના ગુણધર્મ અને ઉપયોગ અંગે પણ વિગતે જાણકારી આપી હતી.

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સંસ્થાઓ અને મંડળીઓને

વૃક્ષારોપણ માટે રોપાઓનું વિતરણ કરવામાં આવશે એમ જણાવી સંખેડાના ધારા સભ્ય અભેસિંહ તડવી એ જણાવ્યું કે જંગલ આપણી સંપત્તિ છે.