દિલ્હી-

ગત દિવસોમાં રિલાન્યસે ફેસબુક, માઇક્રોસોફટ સાથે કરાર કર્યા હતા. ચર્ચા એવી પણ હતી કે તે એમેઝોન સાથે પણ ડીલ કરવાની છે. તે સમયથી સતત એ બાબતે ચર્ચા થઇ રહી છે કે મુકેશ અંબાણી જીયો માર્ટને સુપર એપની જેમ ઉપયોગ કરશે. મળતી માહિતી અનુસાર હવે ટાટા ગ્રુપ પણ ઇ-કોમર્સ સુપર એપ લોંચ કરવા જઇ રહ્યું છે.

આ એપમાં ટાટા ગ્રુપની બધી સર્વિસો મળશે. મહદ્અંશે આ એપ ચીનની સુપર એપ વીન્ચેર જેવી હશે. એવું માનવામાં આવે છે કે આ એપને ડીસેમ્બર ૨૦૨૦ સુધીમાં લોંચ કરી દેવાશે. ટાટા દેશની એક એવી કંપની છે જેની ઉપસ્થિતી લગભગ દરેક સેકટરમાં છે. આ એક એવી સુપર એપ હશે જેમાં ઘણી બધી એપ સામેલ હશે.