અમદાવાદ

આજે અમિતશાહ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવી બનેલીહોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને હાઈ લેવલની બેઠક યોજી હતી જેમાં અમિતશાહ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની કામગીરી સારી છે આ હોસ્પિટલમા તમામ ટેસ્ટ કરવામાં આવશે અને આઈ સી યુ બેડની પણ વ્યબસ્થા છે જાેકે અમિતશાહ એ એક નવી જાહેરાત કરી હતી કે જેવી રીતે જીએમડીસીમા હોસ્પિટલ બની છે એવી જ રીતે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક નવી ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનાવમાં આવશે. ટાટા ગ્રુપના સહયોગથી આ ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનશે.

આજે અમિતશાહ એ હોસ્પિટલ સિવાય બીજી એક જાહેરાત કરી હતી કે જે લોકો હોમ આઇસોલેશન મા છે જેનું કોઈ પણ વ્યક્તિ કામકાજ કરી શકે એમ નથી એ લોકો માટે કોરોન્ટાઈન સેન્ટર બનાવમાં આવશે જેથી આવા લોકોને મદદ મળી રહે આ ઉપરાંત આ કોરોન્ટાઇન સેન્ટરનો ખર્ચ સ્વયમ સેવી સંસ્થાઓ ઉઠાવશે અને ભોજની પણ વ્યવસ્થા કરવામા આવશે અમિત શાહ એ કહ્યું હતું કર ટોલ ફ્રિ નમ્બર પણ ૨ દિવસ મા જાહેર કરવામાં આવશે. જેમાં ૫૦ થી વધુ ડોકટરો માર્ગદર્શન આપશે ગુજરાતમાં સૌથી વધુ ઓક્સિજન બેડ છે અપડે કોરોના સમયમાં લડીશું અને સફળ થઈશું બીજી લહેર સામે પણ અડગતા થી લડીશું

અમિતશાહ એ કહ્યું હતું કે સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા કરવા આવી રહી છે. લોકોને પણ વિનંતી છે કે રસી અચૂક લે ભારત આખું કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે રેમડેસીસીવીર મુદ્દે તેઓ બોલ્યા હતા કે જે લોકોને ખરેખર જરૂર છે તેઓ રેમડેસીવીર ઇંજેક્શન લેવાનો આગ્રહ રાખે ગુજરાત સરકાર કોરોના સામે ખૂબ સારી રિતે લડી રહી છે અને અપડે આ જંગ પણ સારી રીતે જીતીશું.