નવી દિલ્હી  

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. નવી ટેસ્ટ રેન્કિંગ પ્રમાણે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડે નંબર વન ખુરશી હાંસલ કરવા ભારત અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી છે. બેટ્સમેનોની વાત કરીએ તો, કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન તરીકે રહ્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમે તેમના ઘરે ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન ટીમને 2-0થી હરાવી છે. આ સાથે ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 118 પોઇન્ટ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કિવી ટીમ 116 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાથી બીજા સ્થાને હતી, પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ટીમ 116 પોઇન્ટ થઈ ગઈ છે, જ્યારે ન્યુઝીલેન્ડના ખાતામાં 118 પોઇન્ટ છે. ભારત 114 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ શ્રેણી પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને હતી, પરંતુ હવે તે પ્રથમ સ્થાને છે.

જોકે, આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ન્યુઝીલેન્ડની ટીમ હજી ત્રીજા સ્થાને છે. ડબ્લ્યુટીસીમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબરે છે, જ્યારે ભારતીય ટીમ બીજા નંબરે છે. પોઇન્ટની દ્રષ્ટિએ કિવિ ટીમ ઓસ્ટ્રેલિયા અને ભારત કરતા આગળ છે, પરંતુ આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેનું ટેબલ બદલ્યું અને ટીમે જીતની ટકાવારી મુજબ ટેબલમાં રહેવું પડ્યું. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. ભારત બીજા નંબરે છે જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા નંબરે છે. ત્રણેય ટીમોમાં બહુ ફરક નથી.

આઈસીસી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં, કેન વિલિયમસન શ્રેણીની પહેલી મેચ પછી જ નંબર વન બેટ્સમેન બન્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ પુરી થયા બાદ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કેન વિલિયમ્સને સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા હતા, જ્યારે પાકિસ્તાન સામે સદી અને બેવડી સદી સાથે તે હવે લાંબા સમય સુધી પ્રથમ સ્થાને રહેશે.