ભરૂચ, આમોદ નગરપાલિકા માર્ચ એન્ડિંગમાં વેરા વસુલાત માટે કડક બની હતી અને બાકી વેરો ધરાવતા નગરજનોનું નળ કનેક્શન કાપી શીલ કર્યું હતું.જેથી આમોદ નગરમાં બાકી વેરો ધરાવતા લોકોમાં પાલિકાની કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાઈ ગયો છે. આમોદ નગરપાલિકા માર્ચ એન્ડિંગ હોય વેરા વસુલાત માટે કડક બની હતી અને આમોદ પપાલિકાના મુખ્ય અધિકારી સાથે વેરા વસુલાત અધિકારી અને તેમની ટીમ દ્વારા આજ રોજ આમોદ નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા મહેબૂબઅલી અબ્દુલકરીમ ખત્રી તેમજ જીવાભાઈ દેસાઈ વાઘેલા ના વેરો બાકી હોય આજે પાલિકાના મુખ્ય અધિકારી સાથે તેમની ટીમે સ્થળ ઉપર પહોંચી નળ કનેક્શન કાપી નાખી શીલ કર્યું હતું. જેથી બીજા બાકી વેરાદારો માં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી ડી.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આમોદ નગરજનોએ પાલિકા કચેરી ખાતે અથવા ઓનલાઈન પાલિકાની વેબસાઈટ ઉપર જઈને ભરી શકે છે.