વડોદરા, તા.૧૮ 

કોવિડ-૧૯ની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં દેશભરમાં તબીબી જટિલતાઓ ઊભી થઈ રહી છે તેવા સમયે પારુલ યુનિ. દ્વારા સતત પ્રયાસો કરી તેના એકેડેમિક રિસોર્સનો ઉપયોગ કરીને આ મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલના પ્રાદ્યાપકોની ટીમ દ્વારા એક ખાસ મેડિકલ ઈનોવેટિવ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે જેના થકી અનેક તબીબી જટિલતાનું નિરાકરણ લાવી શકાય તેમ છે. ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રિથિંગ સિસ્ટમ સિસ્ટેમેટિક મિકેનિઝમ પર કામ કરે છે. જેમાં દર્દીને ઓછા ખર્ચમાં સૌથી વધારે ફાયદો થઈ શકે છે.

સાશ યોર બ્રિથિંગ આસિસ્ટન્ટ સિનિયર મેન્ટર અને યુનિ.ના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલના અંકિત પટેલ, ધ્રુવન સખિયા, પ્રો. ઓમપ્રકાશ શુકલા, ડો. વિનિતા પ્રસાત અને પ્રો. અજય બારોટની ટીમે નેશનલ ચેપ્ટર આયોજિત ગ્લોબલ ટેકસ્ટાર્સ સ્ટાર્ટ અપ ચેલેન્જમાં ભાગ લીધો હતો.